Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Arjun Gadhiya

Drama Inspirational

3  

Arjun Gadhiya

Drama Inspirational

સેકન્ડ કાંટો...

સેકન્ડ કાંટો...

1 min
426


દિવસ હોય કે રાત ક્યાં એ રોકાય છે?

દેહેથી છે સાવ પાતળો તોય ભાગ્યો જાય છે,

આ સેકન્ડ કાંટો સમય ફેરવતો જાય છે…


એક આંટો મારીને મિનિટો બદલી નાખે છે,

પછી એમ જ કલાકો ફેરવતો જાય છે,

આ સેકન્ડ કાંટો સમય ફેરવતો જાય છે…


દુબળાંને કોઈ ગણે નહિ એથી શું થયું?

એક ડગલે એ કિસ્મત પલટતો જાય છે,

આ સેકન્ડ કાંટો સમય ફેરવતો જાય છે…


અવાજ કરે એથી કાઢીને ફેંકી ન દેવાય,

નહિતર સમયને થોભાવતો જાય છે,

આ સેકન્ડ કાંટો સમય ફેરવતો જાય છે…


આમ બધાં પાસે જઈને શું કરતો હશે?

લાગે છે બારેયને ઠેકાણે કરતો જાય છે,

આ સેકન્ડ કાંટો સમય ફેરવતો જાય છે…


કેટલાયને ભરતીને ઓટ દેખાડીને,

‘અર્જુન’ને પોતાની કિંમત કહેતો જાય છે,

આ સેકન્ડ કાંટો સમય ફેરવતો જાય છે…!


Rate this content
Log in

Similar gujarati poem from Drama