STORYMIRROR

Chaitanya Joshi

Drama Inspirational Thriller

3  

Chaitanya Joshi

Drama Inspirational Thriller

સદગુણ

સદગુણ

1 min
27K


જીવનમાં સંસ્કારને ઝીલનાર હોય છે સદગુણ,

અવગુણોને અલવિદા કહેનાર હોય છે સદગુણ,


જીવનને આરપાર બનાવી પ્રતિભા આપનારા,

સૌ કોઈને આચરણે ગમનાર હોય છે સદગુણ,


પૂજય છે વ્યક્તિ અત્ર- તત્ર-સર્વત્ર જીવનશૈલી થકી,

સજ્જનોને જીવનમાં લાવનાર હોય છે સદગુણ,


જિંદગીમાં પવિત્રતાને સહજ -સાધ્ય બનાવનારા,

દુઃશ્મનો પણ આખરે સરાહનાર હોય છે સદગુણ,


પરભવનું પાથેય બાંધી ઉન્નતિ આત્મિક કરનારા,

અધોગતિ જીવનની રોકનાર હોય છે સદગુણ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama