STORYMIRROR

Jivatiben Bachubhai Pipaliya

Fantasy Inspirational

4  

Jivatiben Bachubhai Pipaliya

Fantasy Inspirational

સદ્ધર ભારત ક્યારે થશે ?

સદ્ધર ભારત ક્યારે થશે ?

1 min
16

વાવી બાવળ કેરી ખાવી, એ ઈચ્છા તો ખોટી,

પાપો ધોશે, ગંગા મારાં, એ આશા તો ખોટી.


જેવું કરશો, એવું પામો, ભૂલી ભટકો શાને?

આશ્રયદાતા થઇ ને લૂંટો, એ રક્ષા તો ખોટી.


નાણાં રળવા ટાણું ગોતે, પરમાર્થી ના બનવું,

વાડી, લાડી, મોટાં ઘર પણ એ કક્ષા તો ખોટી.


બે ફદિયે ગાડી લૂછાવી, ખૂબ કરે સૌ શોષણ,

પુણ્ય કમાવા બટકું ફેંકે એ ભિક્ષા તો ખોટી.


સદ્ધર ભારત ક્યારે થાશે? ચિંતન કરતાં બોલે,

એક કદમ 'શ્રી' ભરતાંય નથી એ શિક્ષા તો ખોટી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Fantasy