સૌને ગમે મારી રમત
સૌને ગમે મારી રમત
હારવાનું પણ મને ફાવે સતત,
એટલે સૌને ગમે મારી રમત,
મંદિરોમાં ક્યાં હવે ઈશ્વર મળે ?
જ્યારથી બેસી ગયા છે બગભગત,
લ્યો અમે શણગાર સૌ છોડી દીધા,
પાનખર આવીને બીજુ શું કરત ?
ધ્યાનથી મારી તરફ જોયુ નહિ,
એની પાસે ક્યાં હતો એવો વખત,
કોણ જાણે રાત કાં હાંફી ગઈ,
"તું નથી" મેં એટલુ કીધુ ફ્કત !