સૈનિક
સૈનિક
નાનાં બહાદુર ભુલકા થઈને,
ભારતનાં બનીએ સૈનિક.
મુશ્કેલીઓને ધકેલી દઈને,
ભારતનાં બનીએ સૈનિક.
તિરંગો એક હાથમાં લઈને,
ભારતનાં બનીએ સૈનિક.
દેશની સીમા પર જઈને,
ભારતનાં બનીએ સૈનિક.
ગાંધીબાપુનાં આશીષ લઈને,
ભારતનાં બનીએ સૈનિક.
સંસ્કારોનાં મીઠાં ફળ ખાઈને,
ભારતનાં બનીએ સૈનિક.
સંસ્કૃતિના મૂળ સાચવીને,
ભારતનાં બનીએ સૈનિક.
વીરોને સો સલામી દઈને,
ભારતનાં બનીએ સૈનિક.
દેશની ચમકેલી શાન થઈને,
ભારતનાં બનીએ સૈનિક.
'મેરા ભારત મહાન' કહીને,
ભારતનાં બનીએ સૈનિક.
