સૈનિક... તને જ શોભે
સૈનિક... તને જ શોભે
'સૈનિક... તને જ શોભે'
હિમ, રણ, જળ, વાયુ
બધે વિજયપતાકા રોપે,
સૈનિક મારા દેશના
ગૌરવગાન તને જ શોભે...
પરિવાર ના સ્નેહ બંધન
કર્તવ્ય સઘળા ન રોકે,
માભોમ નું રક્ષા વચન
માટી નું તિલક તને જ શોભે...
ઘેરા વન મેલાં તન
અગવડ જોખમ ન ટોકે,
સાહસથી આગેકૂચ સતત
મૂછ ના તોર તને જ શોભે...
ઉંઘ, આનંદ લોકો ના પડખે
તું શત્રુ પર આગ ઓકે,
સલામતી ના દાતાર
દેશવાસીઓ ના વંદન તને જ શોભે...
પૂર, આતંક, વિપરીતતા માં
તારણહાર સૌ તને શોધે,
શું નેતા શું અભિનેતા
સન્માન તિરંગા નું તને જ શોભે...
સામી છાતીએ જીત મેળવી
વીરતા ની મિસાલ રોપે,
અખંડ ભારત નું સ્વપ્ન સાધનાર
અમર જવાન જ્યોતિ તને જ શોભે!
