STORYMIRROR

Meena Mangarolia

Drama Romance

2  

Meena Mangarolia

Drama Romance

સાથસંગાથ

સાથસંગાથ

1 min
362




સબંધ જોડયા હતાં પાનખરમાં,

આવ્યો વસંતનો વાયરો વાલમ,


મળવાના સમ દીધા હતા વાલમ,

પણ કૂવાના કાંઠે અમે તરસ્યા રે,


કાંઠે ઉભા રહીને વાલમજી કહેજો,

અમને કોઈ કેટકેટલું તરસે રે,


સબંધની સોડમ અને ફૂલની ફોરમ,

દિવાની જયોતમાં અમે દીઠાં વાલમ રે,


ઝગમગતા દીવડાંને ચોમેર છે અંધારુ,

પડછાયામાં વાલમને નજરોથી દીઠાં રે,


મળવાને આવજો વાલમ પ્રેમાળ હૈયે,

તન-મન ને સાથ લઈ આવજોજી રે,


સરગમનાં તારને જોડીશું સાથસંગાથે,

મળશું ફરી ફરી અલગ થવાને કાજ રે.



Rate this content
Log in

Similar gujarati poem from Drama