STORYMIRROR

Mayur Rathod

Drama Romance

4  

Mayur Rathod

Drama Romance

ભૂલી જા

ભૂલી જા

1 min
220

મળવું હોય તો મળી જા નહીં તો ચાલી જા,

આમ આંખથી આંખે લડાવવાનું હવે ભૂલી જા,


બંધાવું હોય તો બંધાઈ જા નહીં તો છટકીને ભાગી જા,

આમ હાથમાં હાથ નાખીને ચાલવાનું હવે ભૂલી જા,


 ભેટવું હોય તો ભેટી લે નહીં તો હૈયાથી દૂર ચાલી જા,

આમ હૈયાને હૈયાથી રમાડવાનું હવે ભૂલી જા,


આપવું હોય તો આપી દે તારું સર્વસ્વ નહીં તો ચાલતી થા,

આમ રોજ સામસામું આવવાનું હવે ભૂલી જા,


સ્વીકારવો હોય તો સ્વીકારી લે નહીં તો મૂકીને હાલતી થા,

આમ દેખદેખીને તડપાવવાનું હવે ભૂલી જા,


કરું છું પ્રેમનો આદર-સત્કાર એટલે માની જા,

આમ શબ્દનાં શબ્દોમાં રમવાનું હવે ભૂલી જા,


મારવો હોય તો મારી નાંખ વચ મધદરિયે લઈ જા,

આમ ડૂબતી વેળાએ ખોટા હાથ લંબાવવાનું હવે ભૂલી જા,


કરવો હોય તો ખુશ કરી દે નહીં તો કર વધુ દુઃખી,

આમ રોજરોજ 'દુશ્મને' હેરાન કરવાનું હવે ભૂલી જા.


Rate this content
Log in

Similar gujarati poem from Drama