પ્રણય ભંગ
પ્રણય ભંગ
એક મુલાકાત એવી થાતી,
મનગમતા પિયુ સાથે થાતી,
નજરૂથી નજરૂ મળતાં,
હું તો એવી શરમાઈ જાતી,
પ્રેમ અમારો પરવાને ચડતો,
પ્રેમના પહાડા ભણતા જાતી,
એકબીજામાં ભળી જાતા,
જાણે દૂધમાં સાકર ભળી જાતા,
મુલાકાતોનો દોર વધતો જાતો,
સંગિની બનાવવા એ કબૂલ થાતો,
હાય..કેવી એ ઘડી રે આવી,
હું મુઈ કેવી ફસતી જાતી,
વાત પિયુની સખી સાથે થાતી,
સખીના મનમાં ગુદગુદી પણ થાતી,
દર મુલાકાતે એ પૂછ પૂછ કરતી,
હું મુઈ બધું બોલી જાતી,
ભોળી મને સમજ ના આવતી,
પિયુ પર ભરોસો પણ રાખતી,
એક દિવસની વાત..
બગીચામાં એકલી ફરવા જાતી,
તરુ ઓઠે કંઈક ગુપસુપ થાતી,
એ અવાજો જાણીતા લાગતા,
સાંભળીને હું ચોંકી જાતી,
ઓહ્ ..
સખી સાથે પિયુને જોતી,
દલડું મારૂં જાતું તૂટી,
નફરતની આંધી આવી,
સખી પિયુને જાતા જોતી,
ભરોસો આ દુનિયામાં કોનો ?,
ના અપના ના કોઈ પરાયાનો,
પ્રેમ ભંગ કેવી થાતી,
સખી પિયુના શાદીમાં જાતી,
આખર..આખર..
એ સખી મારી થાતી,
મારો નહીં તો,
સખીનો એ પિયુ થાતો.

