Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mukesh Parmar

Drama Tragedy Others

4  

Mukesh Parmar

Drama Tragedy Others

મને નહીં ગમે

મને નહીં ગમે

1 min
196


મિજાજ જોઈ બદલશો હવા, મને નહીં ગમે !

તમે સિતમ કરો નવા નવા, મને નહીં ગમે !


હૃદય વચ્ચે કૂવો કરી અશ્રુ અમે ઉતારશું,

રિસાઈને ચડાવશો ભવાં, મને નહીં ગમે !


અમે રણે કદી ગયા નથી અને જવું નથી !

ઘરે મળે જો નીર ઝાંઝવા, મને નહીં ગમે !


ઈશ્વરમાં શ્રદ્ધા સહેજ પણ ડગી નથી મારી,

ધર્મે ધર્મે મળે જુદા ભૂવા, મને નહીં ગમે !


સજા બધી મને મંજૂર છે, ગુના કબૂલ છે,

મને બનાવશો જુઠો ગવાં, મને નહીં ગમે ! 


અરે ! સહી લઉં બધાં દર્દ હું પણ મરણ સુધી,

તને ભૂલી જવાય એ દવા, મને નહીં ગમે !


Rate this content
Log in