Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

મુકેશ પરમાર "મુકુંદ"

Tragedy Inspirational Others

4  

મુકેશ પરમાર "મુકુંદ"

Tragedy Inspirational Others

આજે હવાની પણ હવા દેખાય છે

આજે હવાની પણ હવા દેખાય છે

1 min
185


આજે હવાની પણ હવા દેખાય છે;

ભગવાન તારા રૂપ નવા દેખાય છે !


ના કોઈ દરવાજે હવે સ્વસ્તિક છે;

સ્મશાનમાં બસ શ્રી સવા દેખાય છે !


શ્રદ્ધા હવે ભગવાન તારા પર નથી;

કપરા સમયમાં બસ દવા દેખાય છે !


આ દીકરીને ગોદમાં લેતાં મને;

ભયભીત મારા ટેરવા દેખાય છે !


ચારેતરફ તોફાન છે 'મુકુંદ' પણ;

સામે અડીખમ ખારવા દેખાય છે !


Rate this content
Log in