STORYMIRROR

મુકેશ પરમાર "મુકુંદ"

Inspirational

4  

મુકેશ પરમાર "મુકુંદ"

Inspirational

છતાં ઊભા અમે

છતાં ઊભા અમે

1 min
404

સ્મશાનમાં લાંબી કતારો છે છતાં ઊભા અમે;

હોસ્પિટલે ઘાતક સવારો છે છતાં ઊભા અમે !


બસ બે ઘડી પી.પી.ઇ પેરીને જરા જુઓ તમે;

આ કીટમાં બવ બફારો છે છતાં ઊભા અમે !


પરિવાર સાથે જમવું, રમવું, બેસવું ને નાચવું;

સપના અમારે પણ હજારો છે છતાં ઊભા અમે !


સામે અમારી મોતનો સાગર ઉભો મોં ફાડીને;

ના નાવડી છે, ના કિનારો છે છતાં ઊભા અમે !


"મુકુંદ" નાચો, ઢોલ-શરણાઈ વગાડો, ડરવાનું શું ?

જીવાણુંનાં ઘરમાં ઉતારો છે છતાં ઊભા અમે !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational