STORYMIRROR

મુકેશ પરમાર "મુકુંદ"

Others

4  

મુકેશ પરમાર "મુકુંદ"

Others

તમે જઇ શકો છો

તમે જઇ શકો છો

1 min
269

આ દરિયો કૂદીને તમે જઇ શકો છો,

મને અવગણીને તમે જઇ શકો છો,


ખરેખર, હું પારસમણી પ્રેમનો છું,

જરા ટચ કરીને તમે જઇ શકો છો,


બધાને જવાબો હું આપી શકું છું,

સવાલો પૂછીને તમે જઇ શકો છો,


હું જાણી ગયો છું તમારો ઈરાદો,

અશ્રુ બે લૂછીને તમે જઇ શકો છો,


અમારું હૃદય રમકડું છે “મુકુંદ”

ઘડીભર રમીને તમે જઇ શકો છો !


Rate this content
Log in