STORYMIRROR

kusum kundaria

Tragedy

3  

kusum kundaria

Tragedy

સાગર

સાગર

1 min
220

રાત-દિન ન જાણે કેમ ઘૂઘવતો રહે છે સાગર.

વાત એની આમજ કંઇક બધાને કહે છે સાગર,


તળ એનું પામવા સદીઓથી મથતો જોને માણસ.

કેટલી નદીઓના જળ પીને અવિરત વહે છે સાગર.


ચાંદની રાતે ગાંડોતુર થઇને સતત ઉછળતો એ જો.

કોના પ્રેમમાં આખરે આટલું જોને દર્દ સહે છે સાગર.


ક્યારેક સૌમ્ય રૂપ એનું લાગે કેવું સૌને લોભામણું.

કદી રૌદ્ર રૂપ ધરી જહાજોને પણ ગ્રહે છે સાગર.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy