STORYMIRROR

Purnendu Desai

Romance

3  

Purnendu Desai

Romance

સાગર-નદી

સાગર-નદી

1 min
325

દિલ તો સાગર જેવું જ રાખ્યું છે, નદી ક્યારેક તો ખુદ એની મરજીથી આવશે,

વાત થોડા સમયની છે, દુઃખી ન થવું, ધીરજથી એ પણ એક દિવસ વીતી જશે.


આપ્યા હતા જેણે મિલનના દિવસો, જુદાઈ એણે જ આપી હશે,

જરૂરી હશે જ એ પણ, ને હશે જો શક્ય, ફરી મિલન પણ એ જ કરાવશે.


વહેણ તો છે જ સાગર તરફ, બસ દિશા જવાબદારીથી થોડી ફંટાઈ હશે,

ખારો છે દરિયો, પણ છે વિશાળ, સમજે છે નદીને, સમય આવે દિશા એની ફરી બદલાશે.


નથી ઉતાવળ કોઈ બંનેને, એમને પણ ઘણી મજબૂરીઓ રહેતી હશે

બસ નદીનો એક ઈશારો, સાગરની ઓટને ફરીથી ભરતી કરી જશે.


મોજાઓ જોઈ સાગરના 'નિપુર્ણ', લાગે કે નદી દિલથી બહુ નજીક જ હશે

છૂટ નથી સાગરને હદને ઓળંગવાની, નદીને છૂટ છે ગમે ત્યારે સાગરને મળી જશે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance