STORYMIRROR

Kuntal Shah

Drama Tragedy Inspirational

4  

Kuntal Shah

Drama Tragedy Inspirational

સાચવીને બેઠી છું

સાચવીને બેઠી છું

1 min
467

લાગણીઓ થોડી પડતર સાચવીને બેઠી છું,

આંખમાં એકાદ કસ્તર સાચવીને બેઠી છું,


એમ તો તૂટી ગયા છે ગઢ એ સંબંધો તણા,

કિંમતી એના સૌ જડતર સાચવીને બેઠી છું,


મોજથી રમ્યા’તા ઘરઘરની રમત, સંગે અમે,

હૈયે મારા એ જ બચપણ સાચવીને બેઠી છું,


ક્યાં અહીં મમ વેદનાને સાંભળે એવુ મળે ?

ભીંત પર એથી હું દર્પણ સાચવીને બેઠી છું,


આશને મારી, સમયની ધાર કાપ્યા છો કરે,

કાળજે ધીરજના બખ્તર સાચવીને બેઠી છું,


એક પ્રસંગે હું પણ લીસી ગલીમાં લપસી'તી,

દોષમાં એ એક સ્ખલન સાચવીને બેઠી છું,


આંગણે કૂંપળ ફૂટી તો પાનખર પણ આવશે,

જીંદગીમાં એ જ સમજણ સાચવીને બેઠી છું,


એ છે? કે ક્યાં છે ? નથી પ્રશ્નો કર્યા એવા કદી,

મારી અંદર ખુદનો ઈશ્વર સાચવીને બેઠી છું.


Rate this content
Log in

Similar gujarati poem from Drama