STORYMIRROR

Vishal Dantani

Inspirational

3  

Vishal Dantani

Inspirational

સાચી દેશભક્તિ (અછાંદસ)

સાચી દેશભક્તિ (અછાંદસ)

1 min
1.0K


ગઈરાતને નાકે,

ન્યૂઝના અઢળક કિડિયારે,

થોડાક ડરે ને થોડાક શૂરાતને,

ને બહુબધી અસમંજસે,

નાનો લાલો કહે ,

"ભઇ, હાચી દેશભક્તિ ચેવી હોય ?"

મેં એને પ્રેમથી કહ્યુ ,

"તારી અને બહાદુર "અભિનંદન" ની દેશભક્તિ હાચી છે."

ખેતરનાં ખેડૂતની અને પરસેવો પાડતાં મજૂરની,

દેશનાં ખૂણેખૂણામાં બેઠેલા કર્મચારીઓની,

ગટરમાં ઉતરતાં સફાઈ કામદારની,

ને આખાય દેશનાં નાનાં ભૂલકાઓની,

નીડર યુવાનોની અને મોભી વડીલોની,

પળપળ બાળકને સિંચતી મા ની,

ને પતિ,પુત્ર,ભાઈને સૈન્યમાં મોકલતી સ્ત્રીની,

પોતાની કાંધને દેશને અર્પણ કરનાર વૃદ્ધ બાપની,

અને હા પૂણો ભાગ ખૂદ માટે,

ને પાશેર પણ દેશ કાજે આરક્ષિત રાખે એની, સહુની......દેશભક્તિ "હાચી" છે !


જય હિંદ


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational