STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Fantasy Inspirational

4  

Meenaz Vasaya. "મૌસમી"

Fantasy Inspirational

રૂડું લાગે છે આ ઉપવન

રૂડું લાગે છે આ ઉપવન

1 min
3

બાગે ખીલ્યા જાત જાતના સુગંધી સુમન,

જોઈ એનું રૂપ રંગ હરખાઈ મારું મન.


મોગરો,ગુલાબ,ચમેલી,જૂઈ,ચંપો,જાસૂદ,

અવનવા ફૂલો સંગે કેવું રૂડું લાગે આ ઉપવન !


ફૂલો જોઈ ભ્રમર ગાઈ મજાના ગીતો,

હવાના તાલે છોડને નૃત્ય કરતાં જોઈ હરખાઈ આ ચમન.


કળી કળી મંદ મંદ હસીને વધારે બાગની શાન,

જોઈ ફૂલોની સુંદરતા રચાઈ સુંદર કવન.


હવાને પણ નશો ચડ્યો મહેક ફેલાવવાનો,

જોને ફૂલોનું તન મન ડોલાવે આ અલ્લડ પવન.


જોઈ મુસ્કુરાતા ફૂલોને નીચે નમ્યું આકાશ,

દુલ્હન સમી ધરતીના ભાલને ચૂમ્યું ગગન.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy