ઋતોત્સવ
ઋતોત્સવ
ઋતુઓનો રાજા વસંતને
ઋતુઓની રાણી વર્ષા.
ઋતુઓની તહેવારી તકરાર
પાનખરે ખીલતી વસંત.
શરદે મુગ્ધાનું નમણું રૂપ,
શિશિરે હણાયું વૃદ્ધનું તેજ.
સીમાડે વાયુ વાયો હેમંત,
અવનવી કળીએ વસંત.
ગરમાળે ફાલતી ઝાઝેરી લૂ,
ગરમીને થૈ તડકાની લાગણી.
ગ્રીષ્મનો ગુલમહોર ગળચટ્ટો,
ગલફોરે ગજવાં ગરમાવતો.
અષાઢી આભને આપું આમંત્રણ,
વર્ષાની સાંજ ઘૂંટી લાવો.
અમરત જીવે ઉત્સાહે જેમ,
ઉત્સવ ઉજવો ઋતુઓ તેમ.
