STORYMIRROR

Ramesh Patel (Aakashdeep)

Inspirational

4  

Ramesh Patel (Aakashdeep)

Inspirational

રથયાત્રાના લ્હાવા રે

રથયાત્રાના લ્હાવા રે

1 min
250

હળવે હળવે હાલે જાધવજી

લેતા રથયાત્રાના લ્હાવાજી રે

પથપથ ઝરમર ઝરમરિયાજી

લૂંટે અષાઢી લ્હાવાજી રે,

 

વીરા બળભદ્ર બેલડી રૂડી

સાથે સુભદ્રા બહેનીજી રે

અષાઢી બીજનાં પાવન પર્વ

માણે મોસાળું માધવાજી રે,

 

વીંઝણા મોરપીંછ વેરે વાયરા

લાલજી મારા છોગાળાજી રે,

 

દરબારી ભપકા રાય રણછોડા

ગુલાલે રમે રૂપાળાજી રે

 હાથી ઘોડા ને મગના થાળા

ઢમઢમ ઢોલ નગારાજી રે

ભોળા ભુધરજી હૈયે રમતા

ઘરઘર ગોકુળિયા ધામાજી રે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational