STORYMIRROR

Ramesh Patel (Aakashdeep)

Inspirational

4  

Ramesh Patel (Aakashdeep)

Inspirational

રથડે બીરાજજો રણછોડ

રથડે બીરાજજો રણછોડ

1 min
271

ઝૂલે છે હાથીડા ને ઝૂમે છે લોક

રથડે બીરાજજો રણછોડ

દઈએ ઓવારણાં અષાઢી બીજનાં

પધારીને પૂરજો રે કોડ

 

બહેની સુભદ્રા ને વીરા બલભદ્રજી

મલકે જાધવ કુળની જોડ

અમારી સગાઈ સવાઈ માધવજી

શંખ વાગે ને વધાવે ઢોલ……રથડે બીરાજજો રણછોડ

 

નગર અમારું આજ ગોકુળ વૃંદાવન

તમે છોગાળા અમે છેલ

દર્શન તમારાં રૂડાં રે જગન્નાથજી

અક્ષત ગુલાલ માથે હેલ,

 

પ્રેમથી પધરાવશું હૈયામાં લાલજી

છૂટ્યા અજંપા લૂંટ્યા શોર

લાલ પીળા રંગે શોભે આ રથજી

હળવે હાલે હરિ તરબોળ

રથડે બીરાજજો રણછોડ ..મારા રથડે બીરાજજો રણછોડ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational