STORYMIRROR

Bhavna Bhatt

Drama

2  

Bhavna Bhatt

Drama

રસ્તો

રસ્તો

1 min
332


આ કોરોના વાયરસ ને લીધે સૂમસામ થયું રસ્તામાં,

પશુ, પક્ષી ફરે નિર્ભય થઈને આઝાદીથી આ રસ્તામાં.


આખો દિવસ ધમધમતા સૂનાં થયાં આ રસ્તાઓ,

લોકડાઉનનાં પગલે ભેંકાર ભાસે આ રસ્તાઓ.


એક રસ્તા ને જોડતા અનેક વિશાળ રસ્તા,

થંભી ગયા આજે સૌ, સૂનાં પડ્યાં એ રસ્તા.


ભાવનાઓ નાં મેળવડા નાં સાક્ષી એવાં રસ્તા,

સુખ દુઃખના સાચાં સાથી બની રહ્યા એવાં આ રસ્તા.


સાવચેતી એ જ સલામતી એવું કહે આ રસ્તાઓ,

જાગૃત નાગરિકો સમજો અને રહો સાવધાન કહે રસ્તાઓ.


Rate this content
Log in

Similar gujarati poem from Drama