રસ્તે રસ્તે મળીએ
રસ્તે રસ્તે મળીએ
રસ્તે રસ્તે મળીએ
મળીને મોજ કરીએ,
વસ્તુ વસ્તુ લઈએ
લઈને કંઈક ખરીદીએ,
મસ્તી મસ્તી કરીએ
કરીને જુદા પડીએ,
હસ્તી હસ્તી જોઈએ
જોઈને નમન કરીએ,
વસ્તી વસ્તી ગણીએ
ગણીને ગણતરી કરીએ,
તકલીફ તકલીફ સહીએ
સહીને સુખ મેળવીએ,
અસ્થિ અસ્થિ જોઈએ
જોઈને તેને પધરાવીએ,
જીવન જીવન જીવીએ
જીવીને બીજાને બતાવીએ.
