રણ માંગે જીવ
રણ માંગે જીવ
ચાહતના લઈ દીવા નીકળી રણમાં જીવા
રસ્તા સાવ નવા ના મળે કોઈ સામા મનવા,
માથે તપતો તાપ દહાડે દીવાસ્વપ્ન ભમવા
આંખે લાગ્યા અંધાપા આયા આકરા સ્વપ્ન,
મૃગજળ જેવા લાવા દૂર દેખાયા જળ સમાવા
ફાંફા મારે જીવવા દિવસે દેખાયા તારલા કેવા,
શે કપાય સીમા..રણ માંગે જીવ આખા કેવા
આંખોથી ટપક્યા અક્ષરો ને શ્વાસ મારે ખોવા.

