Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Sheetal Bhatiya

Drama

5.0  

Sheetal Bhatiya

Drama

રંગમંચ

રંગમંચ

1 min
163


મારો પણ છે અનેરો

તારા રંગમંચમાં કોઈ રંગ !

કયો રંગ મારો?

કે’ કેવી મારી જીવનજંગ !

છે તારો આ રંગમંચ !


હું નાદાન- નાસમજ ,

છું તારી પાસ અહીં !

કે’ તેજ પ્રકાશ અર્પી દે,

મુજને મારા જ મહીં !

છે તારો આ રંગમંચ !


ક્યાં ને કેવા સંવાદ?

ઉચ્ચારવાના એ તો કહે !

તારા કવનના મૌન અહેસાસમાં જ,

જીવનમાધુર્ય મારું તો મહેકે !

છે તારો આ રંગમંચ !


તું કહે ને

એમ જ હું કરી લઉં તો કેવું ?

ગમી જાઉં હું તુજને,

મુજમાં જ તું મળી જાય થાય એવું !

છે તારો આ રંગમંચ !


આતમથી પરોવું હું મન તુજમાં,

ને દેહનો બની જાય તું રંગરેજ !

રંગમંચનો નાયક બનાવી મુજને,

સ્વપ્ન સંગે રંગી

‘સ્વપ્નીલ ‘ ની રાખે તું પરહેજ !



Rate this content
Log in

Similar gujarati poem from Drama