રંગીન રમતો
રંગીન રમતો
જરા મીઠો છે જરા તીખો છે.
જરા ખાટો છે જરા કડવો છે.
જરા સાચો છે જરા ખોટો છે.
જરા સોંઘો છે જરા મોંઘો છે.
જરા ગમતો છે જરા હઠીલો છે.
જરા માનીતો છે અણગમતો છે.
જરા જીવનનો રસથાળ અહીં
જરા મસાલેદાર ને ચટકીલો છે.
આ તો ઇશ્વરથી મળેલી
સુખદુઃખ ની રંગીન રમતો છે.