રંગચક્ર
રંગચક્ર
જીવનકેરું મેઘધનુષ દીસે સપ્તરંગી,
ઉંમરનાં દરેક તબક્કે રંગપૂરણી,
નિર્દોષતાનાં રંગે રંગાય બાળપણ,
લાચારીનાં લસરકે છે ઘડપણ,
યુવાનીનાં ઉંબરે અલ્લડતાનો રંગ,
ચાલીસી મધ્યે જવાબદારીઓનો જંગ,
વિવિધ રંગે છલકતું આ જીવન,
મનતરંગે સર્જાય ઘેરાં વમળ,
રંગચક્રે રચાય શમણાંઓ રંગીન,
સમજણની પીંછીએ 'પ્રીત' રંગ સંગીન.
