STORYMIRROR

Bhavna Bhatt

Inspirational Others

3  

Bhavna Bhatt

Inspirational Others

રંગભૂમિ

રંગભૂમિ

1 min
478


રંગભૂમિના રંગમંચના આપણે સૌ કલાકારો,

ઈશે મોકલ્યા જીવનમંચ પર પાત્ર ભજવો કલકારો.


અજબ ગજબના ખેલ જ કરતા રંગભૂમિ પર,

ભાવનામાં વહી ભાગ જ ભજતા રંગભૂમિ પર.


બહાર આનંદ ભીતર જ રડતા પહેરી મુખવટો,

ખોટા દંભથી દંભ જ કરતા પહેરી મુખવટો.


રંગભૂમિમાં રંગ ભજવતા શરીર છે મંદિર,

આત્મા છે ઈશ્ચર ને રંગમંચ છે મંદિર.


રંગભૂમિમાં ભૂમિકા ભજવી રંગમંચે બનાવ્યુ જીવન,

કુદરતની અણમોલ રચનામાં રંગભૂમિ છે જીવન.


રંગભૂમિના આપણે તાલીમ વગરના સૌ કલાકારો,

કંઈ કેટલી વાતોને ધરબીને જીવતા સૌ કલાકારો.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational