રંગ
રંગ
ખૂટે છે કોઈ રંગ,
આજે છૂટે છે જાણે,
વરસો વરસનો સંગ...
કંઈક રંગ બદલ્યાં,
બદલાતી મૌસમમાં,
થઈ ગઈ જિંદગી બેરંગી,
સુકાઈ ગયાં કંઈક રંગો,
દિલનાં દરિયામાં..
રંગોનાં જામ જોયાં નથી મેં..
ઇશ્વર તારી જ રાહે છું હવે..
હવે મારો કરજે ઉધ્ધાર...
