STORYMIRROR

શૈમી ઓઝા "લફ્ઝ"

Romance Others

3  

શૈમી ઓઝા "લફ્ઝ"

Romance Others

રંગ તો ઘણાં છે

રંગ તો ઘણાં છે

1 min
656

રંગ તો


રંગો તો ઘણાં છે, પણ મુજ દિલ પ્રેમ રંગે રંગાણું,

રંગથી વાતાવરણ રંગીન થાય, તુજ પ્રેમથી આ દિલ.


રંગ પંચમીએ રંગથી તન રંગાય,

ને પ્રેમ દિવસે બે આત્માઓ પ્રણય રંગે રંગાય.


રંગ તો મને રંગપંચમી એ ઘણાય લગાડે,

તારા પ્રેમરંગ સામે આ રંગ છે અધૂરાં


રંગ પંચમી આવે આ દિલ તુજ સાથ ઝંખે,

આ પાગલ તુજને રંગો થકી શોધવા પ્રયાસ કરે,


બે પ્રેમી જોડલી ને એકમેકને રંગે રંગતી જોઈ,

એ રંગને અમે તારા આવવાની ખબર પૂછી લેતાં.


રંગોની અસર તો બધાય જાણે છે પરંતુ,

તારા પ્રેમરંગે તો મને દુનિયા ભૂલાવી.


કેસરી રંગ છે શૌર્યને શાનનો કાળો રંગ તુજ વિરહનો,

સફેદ શાંતિ અમનનો, પર મને તારા પ્રેમરંગે રંગાવવું છે.


હું નથી રૂકમણી કે નથી હું રાધા નથી ઘેલી ગોપી.

પ્રેમની ભક્તિ થકી મુખે તને ગાનારી મીરાં બની રહેવું મારે 


એ ગીરધરનાગર મીરાંના હળાહળ પીવાતો તું આવ્યો હતો

તારા પ્રેમરૂપી રંગ લગાડવા આટલો વિલંબ શાને કરે તું.


રંગ રંગપંચમીએે લાગે આ વાત છે ખોટી,

તારા એક ઈશારે આ જિંદગાની થઈ છે રંગીન,


રંગ તો ઘણાં છે પણ મુજબ દિલ તો તારા પ્રેમે રંગાયું,

રંગથી વાતાવરણ રંગીન થાય, તુજ પ્રેમથી આ દિલ.


Rate this content
Log in

Similar gujarati poem from Romance