STORYMIRROR

Pushpa Maheta

Romance Tragedy Classics

3  

Pushpa Maheta

Romance Tragedy Classics

રંગ પાંચમ

રંગ પાંચમ

1 min
25.8K


રંગ પાંચમ ક્યાં રમ્યાં’તાં યાદ છે?

એક સાથે ક્યાં ભમ્યાં’તાં યાદ છે?

ઘર ગલી અને આંગણામાં ઝૂમ્યાં હતાં,

ગુમ થઈને ક્યાં જડ્યાં’તાં યાદ છે?

એક ટોળું જો છુપાયું ભીતરે 'ને

દ્વાર કોનાં ખટક્યા’તા યાદ છે?

તરબતર તન મન થયાં ઉન્માદમાં,

મસ્ત થઈને ક્યાં ઢળ્યાં’તાં યાદ છે?

પ્યાસ હીંયી સંઘરી પનઘટ ગયાં,

નીર પણ હેલે ચડ્યાં’તાં યાદ છે?

એક શેરીનું અનોખું બાળપણ,

ફાગ કેવા મધ્મધ્યાં’તાં યાદ છે?

આજ શેરી ગામની સૂમસામ છે,

બે જણાં ભેટી રડ્યાં’તાં યાદ છે? 


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance