STORYMIRROR

Pravina Avinash

Tragedy

3  

Pravina Avinash

Tragedy

રંગ બદલતી દુનિયા

રંગ બદલતી દુનિયા

1 min
13.8K


જમાનાનો નિત રંગ બદલાય એમાં શી નવી વાત છે

વયની સાથ વિચાર બદલાય એ પુરાણી ભાત છે

જે ઠુમકા લગાવીને ચાલતા ગર્વમાં રાચતા હતા

તેમને નિઃસહાય બની ઘોડીને સહારે ચાલતા જોયા

જે નજરોની તિખાશથી ડરતા હતા જમાનાના લોકો

એ નજરોને હથેળીમાં છુપાવી ડુસકાં ભરતા જોયા

જે ફોલાદી હાથોંમા હતી પથ્થર ફોડવાની તાકાત

એ બે હાથોને પાણીનો પ્યાલો પકડી ધ્રુજતા જોયા

જેના અવાજની સિંહ ગર્જના સુણી કાંપતા હતા લોક

તેને મિંયાની મિંદડી બની મૌન ધારણ કરતાં જોયા

 જુવાની, મિલકત, તાકાત બધું સર્જનહારની દેણ છે

અંતે ભડવીરને જમીન પર ચત્તાપાટ નિર્જીવ જોયા

તારી આજ પર ખોટું ગુમાન કરી સમય બરબાદ ન કર

સમયના વહેણમાં ભલભલાને નિરાધાર તણાતા જોયા

બને તો કોઈની આંતરડી ઠાર, બાળતા હજારોને જોયા

આ જીવન મળ્યું કે મળશે તેને ખોજનારા કંઈક જોયા


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy