રમત રમી ગયાં
રમત રમી ગયાં
પારકાં ને શું કહેવા જાઉં હું,
પોતાનાંજ રમત રમી ગયાં,
લાગણીના ઊંડા દરિયામાં,
હડસેલા મારી ડૂબાડી ગયાં,
સંબંધોના નામે છળ કરી,
દિલ, નજરોમાંથી ઉતરી ગયાં,
કોઈ આંસુના નામે લાગણી કળી ગયાં,
કોઈ અંશુનાં બહાને ઊંડા ઘા કરી ગયાં,
કહેવું શું હવે આ લોકોને,
પોતાનાંજ પોતાનાઓને,
પારકાં બનાવા રમત રમી ગયાં.
