STORYMIRROR

KRUPA SHAMARIYA

Children Stories

2  

KRUPA SHAMARIYA

Children Stories

મિત્રો સાથે એક દિવસ

મિત્રો સાથે એક દિવસ

1 min
368

ચાલને સખી આજે આપણે,

પાછા બાળપણમાં જઈએ,


આ ઉંમરના પાટિયાને ખીલે,

ટીંગાડી પાછા દફતર લઇ ને,


સ્કૂલે જઈએ, જ્યાં હું અને તું,

બંને પેલી ઝાડની ડાળીએ બાંધેલ,


હીંચકે હિંચતા હતા, ઓલા વડદાદાના ઓટલે

કેવા પાંચીકા રમતા રમતા,


બંને ક્યારેક ઝઘડતાં તો ક્યારેક અમસ્તુજ,

ખાલી ખાલી હસતા હતા, સ્કૂલના દાદરે,


ઓલી ડોશી પાસેથી આઠાનાની આંબલી,

લઇ કેવા ચટકારા બોલાવતા હતા, આપણા,


ડબ્બામાંથી એકમેકની પેલી મરચાવાળી,

રોટલી ખાવા તલપાપડ થતા હતા, ચાલને સખી,


આજે આપણે પાછા આપણા બાળપણ માં જઈએ,

થોડું મીઠુમીઠુ જીવી લઈએ,

એ મીઠ્ઠી યાદોને જીવંત બનાવીને ભૂતકાળના બાળપણમાં જઈએ ચાલને !


Rate this content
Log in