ઉડે પતંગ,
ઉડે પતંગ,


આવે પવન તો ઉડે પતંગ,
દોરીને આધારે ઉડે પતંગ,
પવનનો હાથ જાલી ઝૂમે પતંગ,
રંગબેરંગી કાગળથી બનેલા,
માંજાની સાથે બંધાય પતંગ,
અવકાશી વિસ્તારમાં ઘૂમે પતંગ,
દોરી, દિશા ને ઉત્સાહની પૂંછડી,
થઇ પવનમાં એકાકાર ઉડે પતંગ,
જીવનના સપના પતંગો જેવા રાખી,
રંગબેરંગી પતંગોની જેમ લહેરાવું,
જીવનમાં શીખવું એ પતંગની જેમ,
જીવનમાં શીખવે એ ઉડતો પતંગ.