અફસોસ છે
અફસોસ છે
1 min
199
મારાં શ્વાસે શ્વાસમાં બસ શ્વસે છે તું પણ,
અફસોસ છે આ વાતનો તને અણસાર નથી,
આવી ઉભી તમ હદયના આંગણાના દ્વારે,
તમે હદયના દ્વારા જરા સરિખા ખોલ્યા નથી,
દ્વાર ખોલતાંજ નજરથી તમે નજરો બદલી,
અફસોસ હવે તો નજરનોય કોઈ ખેંચાણ નથી,
મૂક્યું હતું તારી છાતીએ માથું આંસુ સારવા,
પણ એ છાતીએ મારું હવે કોઈ ઉંડાણ નથી,
શ્વાસોમાં વણીને શબ્દો રચ્યા કવિતમાં આજ,
તૂટ્યા દિલના તાર તો શબ્દોમાં પણ પ્રાણ નથી.
