રાહ જોઈને તારી
રાહ જોઈને તારી
1 min
155
રાહ જોઈને તારી,
થાકી આંખો મારી,
વિચારું લખું પાતી,
તારી યાદ બહુ આવી,
મોર ટહુક્યા પાસે આવી,
ઉદાસી મનમાં તોયે છાયી,
મયુર મન રૂપી આગ લાગી,
નયનમાં આંસુ ખરતા લાવી,
આગમન થશે તારું એવી,
મનમાં આશ લઇ જાગી,
સાજન બની હૈયે આવી,
અતૃપ્ત મનને તૃપ્ત બનાવી,
પ્રીત ની રીત ને દો નિભાવી.