નજરના બાણથી
નજરના બાણથી
નજરના બાણથી ઘવાયું,
હદય મારું સાચવતું નથી,
નજરની ભાષા નજરોથી વાંચી,
લખાણ કોઈ બીજું વંચાતું નથી.
તારીજ માટે હદય છલકાયા,
છેલ્લું આંસુ હવે છલકાતું નથી,
ઘાવ એટલા આપ્યા હદયના તમે,
હવે નજરોથી કોઈ પરખાતું નથી.
કળી ગયા ભાષા નરી વેદનાની,
હદય હવે ક્યાય કચવાતું નથી,
ચહેરો જોઈ તારો આ મલકતો,
છળ હવે કાંઈ સમજાતું નથી.
