રમીયે રાતભર રંગતાળી
રમીયે રાતભર રંગતાળી
રાત રઢીયાળી આવી, મનમાં ઉમંગ લાવી,
ચાલ રમીયે રાતભર રંગતાળી.
સોળે શણગાર સજી, આવીજા વાલમ મારી,
ચૈત્રી નવરાત્રી છે મતવાલી.
દાંડીયાના તાલથી, પાયલના નાદથી,
ચાલ રમીયે રાતભર રંગતાળી.
ધરતી રહી નાચી, અંબર રહ્યું નાચી,
ઢોલ શરણાઈ નાદ કરે મન રાજી.
વાટલડી જોઉં તારી, રાસ રમે નર નારી
ચાલ રમીયે રાતભર રંગતાળી.
રૂમઝૂમ કરતી મૈયા આવી, સિંહની સવારી લાવી,
ગુણગાન મૈયાના કરીયે રાત સારી.
ધૂપ આરતી કરીયે માંની, પ્રેમ ભક્તિ મનમાં ભરી,
"મુરલી" રમીયે રાતભર રંગતાળી.
