રક્ષા
રક્ષા
રક્ષાબંધનનાં પાવન પર્વે વિનવું છું પ્રભુને
ખુશ રહે, તંદુરસ્ત રહે, દુઃખ દર્દથી બચાવે,
(૧)રેશમનો છે તાર, એક અનોખો સાર છે બંધને પહેલું સુખ તે જાતે નર્યા ભાવ સ્નેહ વરસાવે
(૨)પ્રેમ દિલનો વહે ભગિનીનો સરિતા થૈ રક્ષાબંધને લીધો ખોળે જન્મયો ત્યારે આંખો હેત વરસાવે
(૩)વ્હાલ કર્યું હાલરડાં ગાઈ ઝૂલ્યો પારણે સૂઈને ભીંજાયો તું વ્હાલમાં હરખાઈને રાખડી બંધાવે
(૪)એજ આશિષ એજ અભ્યર્થના ખુશ લાડુ જોઇને ખુશખુશાલી મારા ગાલે ચુમ્મી કરતો ખંજને
વધાવે
(૫)ગણ્યા છે સિતારા ક્યારેક ધ્રુવનો તારો
જોઈને રક્ષા કરજો મુજ ભાઈની "પોતેજ ભેટ"છે
કહી હસાવે.
