STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Tragedy Inspirational

4  

Meenaz Vasaya. "મૌસમી"

Tragedy Inspirational

રિવાજ નથી

રિવાજ નથી

1 min
494

હૃદયના દર્દને ભીતરમાં ભંડારી દે,

અહીં એનો કોઈ ઈલાજ નથી,


સ્મરણોને દફનાવી દે દિલના કબ્રસ્તાનમાં,

તારી લાગણીને સમજી શકે એવો અહીં સમાજ નથી,


હાથમાંથી સરકી જાય છે આ સમયની રેત,

સદા એક સરખું રહેવું એ સમયનો મિજાજ નથી,


કેમ કરીને ભૂલું તને હું ?

પ્રેમ કરીને ભૂલવું એ દિલની અદાલતનો રિવાજ નથી,


તારી જુદાઈથી દિલ થયું મૂંગું મંતર,

એના ધબકારમાં પણ કોઈ અવાજ નથી,


આંસુઓ થકી વ્યક્ત થઈ ગયું પ્રેમનું દર્દ,

હૃદયમાં છૂપું રહી શકે એવું કોઈ રાજ નથી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy