STORYMIRROR

Dharmik Parmar 'Dharmad'

Children Drama

3  

Dharmik Parmar 'Dharmad'

Children Drama

રીંછભાઈ

રીંછભાઈ

1 min
28.1K


રીંછભાઈ નીકળ્યાં ફરવાં...

નદી-સરોવર તરવાં....

રીંછભાઈ નીકળ્યાં ફરવાં...


ફૂલોવાળો ટીર્શટ પહેર્યો,

ચમકે ચકાચક!

મોંઘા કાળા ગૉગલ્સ લીધાં,

કેવું એમનું લક?

ટોપી પાછી લીધી,

એ પણ મજાની લાલ,

ગળામાં પાછી લપેટી ચમકેલી, સુંદર શૉલ...


ત્યાં તો તારલીયાં લાગ્યાં ખરવાં....

રીંછભાઈ નીકળ્યાં ફરવાં...


કેરી, કેળાં, જામફળ મીઠાં તોડી લાવે;

મિત્રો સાથે રમત રમતાં હરખ ના સમાવે,

એક હાથમાં મૉબાઈલ લઈને રૂઆબ બતાવતો!

આંબા નીચે સંધ્યા ટાણે વાતોનો વડ્ડો જમાવતો,


સૌ પ્રાણીઓ રીંછથી લાગ્યાં ડરવાં...

રીંછભાઈ નીકળ્યાં ફરવાં...


Rate this content
Log in

Similar gujarati poem from Children