Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Rutambhara Thakar

Inspirational

4  

Rutambhara Thakar

Inspirational

રહસ્ય

રહસ્ય

1 min
304



જાણી લે એક અગત્યની વાત કહું છું તને કાનમાં,

મસ મોટું રહસ્ય સમજાવું છું હું તને સાનમાં


જીવનની પાતળી કેડી પર જોઈશે હાથમાં કશુંને કશું,

હાથમાં રહેલી વસ્તુ જ બનશે રાહબર નહીં ડગવા દે તસુ.


બાકી દુનીયામાં એકલાં જ આવ્યાં ને એકલાં જ જવાનાં,

ખાલી હાથ આવ્યાં ને ખાલી હાથ જવાનાં.


બાળપણથી બુઢાપાં સુધીનો આ તો એક નૈતિક આશરો,

બાળપણ, યુવાવસ્થા, પ્રૌઢાવસ્થા અને વૃદ્ધાવસ્થા,

સુધીનાં હોય છે જિંદગીનાં ચાર શો !


જીવતા આવડે તો જિંદગી છે એક નટબજાણિયાંનો ખેલ,

આવડે તો ખેલ નહીંતર બધા હથિયાર તારાં  હેઠા મેલ.


જીવી લે જીવાય એટલું પ્રેમથી કર બધા જોડે સગું, 

છેલ્લે તો બધું છોડીને જવું પડશે નહીં રહે કશુંય હાથવગું.


સમજાશે આ રહસ્ય જિંદગીનું તો જ થશે બેડો પાર,

ભવસાગર તરી જશો જીવન કેરો આ જ તો છે સાર.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational