Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Inspirational

4  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Inspirational

પડકાર

પડકાર

1 min
311

રોજ રોજ અહીં નવા નવા જ ચડાવ ઉતાર છે,

જણે જીવન નિત એક નવીનતમ પડકાર છે !

દીપ સમ પ્રગટી કરૂં નિર્ધાર પ્રકાશ પાથરવાનો,

ઝંઝાવાત સામે જીવવું હવે રોજનો પડકાર છે !

નવી તકોના કિરણો લઈને આવે રોજ સૂરજ,

ને છૂપાયા ભીતર ટાઢ-તડકાના પડકાર છે !

ઉબડ ખાબડ રસ્તાઓ ને અંધારામાં સફર છે જારી,

સવાર થાય ત્યાં સુધી આખી રાત એક પડકાર છે !

મુક્તિનું આકાશ હમેશા નાનું જ રહ્યું જેની પાંખોને,

એ પંખીને એક નાનું પાંજરું પણ મોટો પડકાર છે !

દ્રશ્યમાં તો હોય છે ક્ષણિક કરાર એક માત્ર આભાસ,

શ્વાસ શ્વાસમાં જીવી રહ્યો એક અદ્રશ્ય પડકાર છે !

ને "પરમ" જાગરણમાં ઉઘડી જાય જો આંખ અચાનક,

પછી હોશમાં રહેવું હરદમ "પાગલ" પડકાર છે !

Rate this content
Log in