Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jivatiben Bachubhai Pipaliya

Inspirational

4.5  

Jivatiben Bachubhai Pipaliya

Inspirational

કલ્યાણ કરતી છે કણી

કલ્યાણ કરતી છે કણી

1 min
399

ઉલ્લાસ ઉર, અઢળક જણી, સૌ વાંચજો પુસ્તક સદા,

મન બુદ્ધિના પોષક ગણી, સૌ વાંચજો પુસ્તક સદા.

વાંચન થકી નૈરાશ્ય ટળતું, સાંપડે સાચી દિશા !

પથ જ્ઞાનનો લેવા લણી, સૌ પુસ્તક વાંચજો સદા.

છે મિત્ર એ અણમોલ, લો લખલૂટ એનો લાભ સૌ,

કલ્યાણ કરતી છે કણી, સૌ પુસ્તક વાંચજો સદા.

દો ભેટ સૌને શુભ પ્રસંગે, માનશે એ બંદગી !

જીવન થશે પારસમણી, સૌ પુસ્તક વાંચજો સદા.

વાંચી અને વંચાવજે 'શ્રી' પ્રેરણાની છે પરબ !

હરતાં તિમિર થઇ ને તણી, સૌ પુસ્તક વાંચજો સદા.

Rate this content
Log in