STORYMIRROR

Pratiksha Pandya

Inspirational

4  

Pratiksha Pandya

Inspirational

જગ ભાસે અતિ

જગ ભાસે અતિ

1 min
331

નજર કરું પાછળ અને યાદ આવે ઘણી,

એ મુલાકાત ઝરમર સાથ લાવે વળી.  


રંગો આશાના ઉલ્લાસી ઝગે સુંદર ઉરને,

જીવતરની એ રંગોળી ભાત ભારે સજી.


પ્રગટે ઉજાસ નિજ અંતરે ભુલાવી ભૂલો,

કરી સાફ હૈયાંને વધાવી જે આવે ખુશી.


જગવે મન મહીં એ, ભાવ સર્વ કલ્યાણનો,

મંગલ, પાવક રુચા પ્રગટે સાચે રચી.


ભીતર દ્વાર ખૂલે તહીં, દર્શન થાય રૂડાં,

ઉત્સવ ઉજવાયે સ્વનો,જગ ભાસે અતિ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational