આ પુસ્તક
આ પુસ્તક
1 min
262
આ પુસ્તક એટલે સુખ દુઃખનો સાથી,
જિંદગી જીવવા માટે એક સાચો સાથી.
પાટી પેનથી માંડીને કોમ્પ્યુટર સુધી,
પ્રેકટીકલથી માંડીને ઈન્ટરનેટ સુધી.
વ્યવહારથી માંડીને ભણતર સુધી,
પુસ્તક એટલે અંતરની ભાવના સુધી.
પુસ્તક એટલે સરસ્વતીનો વાસ છે,
પુસ્તક એટલે સારાં વિચારોની યાત્રા છે.
પુસ્તકની કિંમત પુસ્તક પ્રેમી જાણે છે,
પુસ્તક થકી જ જીવન ઘડતર થાય છે.
હારથી માંડીને જીતનાં કિરણ સુધી,
પુસ્તક ગરીબો થી અમીરાત સુધી.
ધર્મ, જાણકારી, જ્ઞાન ગમ્મત મળે છે,
દરેક રીતે ઉપયોગી પુસ્તક બની રહે છે.