એવી જાગતી મા
એવી જાગતી મા
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
1 min
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
7
એવી જાગતી જ્યોત માવડી રે,
માગ્યું દે ઝટપટ ચેહર માવડી રે.
ભાવના ભર્યા પુકારે આવતાં રે,
ચેહર મા દશે દિશામાં વ્યાપે રે.
સુખડી જમાડો રીઝે માવડી રે,
નશીબ પલટાઈ દે ચેહર મા રે.
સંકટમાં વ્હારે ચઢશે માવડી રે,
ચેહર મા હાજર થાય તરાપે રે.
મા અંધશ્રદ્ધા વહેમ દૂર કરે રે,
ચેહર મા મનનું માગ્યું આપે રે.