હળવું સ્મિત
હળવું સ્મિત

1 min

0
ચેહરમાના મુખારવિંદ પર,
કેવું હળવું સ્મિત રમે છે,
એ જોઈને ભકતો દુઃખ ભૂલે છે,
માનું મુખડું જોઈ સુખ મળે છે.
તેજોમય ચેહરાની આભા ચમકે છે,
સ્મિતભર્યું મુખ જોઈને,
મનમાં અલૌકિક શાંતિ મળે છે,
ચેહર માની મમતા નિરંતર છલકે છે.
ભાવના મર્માળુ સ્મિતની રોનક છે,
વારંવાર દર્શન કરીને ધન્ય થવાય છે,
મનડું ગાડું ઘેલું થઈ માને ઝંખે છે,
મોટી આંખોવાળી અમી વરસાવે છે.
ચેહરમાના ગુણલા ગાઈ સુખ મળે છે,
એવી દયાળુ માવતર પરચા પૂરે છે,
મનની મનોકામના પૂર્ણ કરે છે,
મુખ પર હળવું સ્મિત જો રમે છે.