ચેહર મા મળે તો કહેજો
ચેહર મા મળે તો કહેજો
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
1 min
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
3
ચેહર મા મળે તો કહેજો,
બાળકો રાહ જોતા બેઠાં છે,
તમારાં વગર કોઈ નથી અમારું
ચેહર માને આટલો સંદેશો દેજો,
ભૂલા પડી ભવરણમાં ભટકી રહ્યાં છે
તમ વિના અંધકારમાં ડૂબી ગયા છે,
ભાવનાભર્યા તમારાં બાળકો
આતુરતાથી વાટ જોઈ રહ્યાં છે,
ચેહર મા મળે તો કહેજો
આ સ્વાર્થી જગતમાં કોઈ અમારું નથી,
બાળકોની સંભાળ લેવા આવજો
આશાનું કિરણ તમે છો માવડી,
બાળકોની નાવડીને પાર ઉતારજો મા.